કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે બ્રિક્સ વુમન બિઝનેસ એલાયન્સ પરિષદમા બ્રિક્સ દેશોને મહિલા ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવા માટે હાંકલ કરી છે.
શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભારત શિક્ષણ, કૌશલ્ય અને જીવનની ગુણવત્તામાં સુધારો કરીને મહિલાઓને સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેનો ઉદ્દેશ્ય તેમને દેશના વિકાસના પ્રેરક બનાવવાનો છે.
તેમણે નોંધ્યું હતું કે ભારતમાં લગભગ 30 કરોડ મહિલાઓના બેંકમા ખાતા ખોલવામા આવ્યા છે. શ્રી ગોયલે એમ પણ કહ્યું કે ‘લખપતિ દીદી’ પહેલ હેઠળ લગભગ 10 કરોડ ગ્રામીણ મહિલાઓ 90 લાખથી વધુ સ્વ-સહાય જૂથોની સભ્ય છે અને આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે.