કેન્દ્ર સરકારે 20 હજાર 800 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે આઠ રેલવે મલ્ટીટ્રેકિંગ પરિયોજનાઓને મંજૂરી આપી છે. આ પરિયોજનાનો ઉદ્દેશ્ય લાઇન ક્ષમતા વધારવા, કાર્યકારી કાર્યક્ષમતામાં સુધારો કરવા અને મુખ્ય માર્ગો પર ભીડ ઘટાડવાનો છે.
માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 10 હજાર 783 કરોડ રૂપિયાથી વધુના ત્રણ પરિયોજના પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના 14 જિલ્લાઓને આવરી લેશે.
લગભગ 10 હજાર 21 કરોડ રૂપિયાના ખર્ચે અન્ય પાંચ પરિયોજના તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણાના 17 જિલ્લાઓને આવરી લેશે. આ પરિયોજના 52 લાખની વસ્તી ધરાવતા લગભગ બે હજાર એકસો ગામડાઓ સાથે કનેક્ટિવિટી વધારશે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે, શ્રી વૈષ્ણવે કહ્યું કે સેવા આવતા વર્ષે શરૂ થશે. બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને સુરતથી વાપી સુધીનો પ્રારંભિક 100-કિલોમીટરનો ભાગ ખોલવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ પરિયોજના દક્ષિણ ભારતમાં રેલ કનેક્ટિવિટીને મજબૂત બનાવશે અને લાખો લોકોને લાભ આપશે. મલ્ટીટ્રેકિંગ પરિયોજના છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં રેલ્વે નેટવર્કનો વિસ્તાર વધારશે અને કનેક્ટિવિટીમાં સુધારો કરશે.