સપ્ટેમ્બર 10, 2026 9:43 એ એમ (AM)

printer

પ્રિન્સ રહીમ આગા ખાન પાંચમા ભારત મુલાકાત દરમિયાન ટોચના નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે

શિયા ઇસ્માઇલી મુસ્લિમ સમુદાયના 50માં ઇમામ અને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના વડા પ્રિન્સ રહીમ આગા ખાન પાંચમા તેમની પ્રથમ ભારત મુલાકાતે આવ્યા છે. પ્રિન્સ રહીમ આગા ખાન નવી દિલ્હીમાં દેશના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી અમદાવાદ, મુંબઈ અને હૈદરાબાદની પણ મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે મુલાકાતનો હેતુ ભારત અને આગા ખાન નેટવર્ક વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો છે તેઓ આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક  દ્વારા ભારતમાં ચાલી રહેલા સામાજિક અને ગ્રામીણ વિકાસના કાર્યોની સમીક્ષા કરશે.

પ્રિન્સ રહીમ આગા ખાન ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણનના આમંત્રણ પર આ મહિનાની 15મી તારીખ સુધી ભારતની મુલાકાતે છે.

તેઓ આજે ઉપરાષ્ટ્રપતિ સાથે વાતચીત કરશે. નવી દિલ્હીમાં તેમના રોકાણ દરમિયાન, આગા ખાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરને પણ મળશે.

ઇસ્માઇલી સમુદાયના 50મા ઇમામ તરીકે રાજગાદી સંભાળ્યા પછી પ્રિન્સ રહીમ આગા ખાન પાંચમાની આ ભારતની પ્રથમ મુલાકાત છે.