નર્મદામાં એકતાનગર ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પાંચ બાઈક ઍમ્બુલૅન્સ કાર્યરત્ કરવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની 151-મી જન્મજયંતી નિમિત્તે આગામી 30 અને 31 ઑક્ટોબરે યોજાનારી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં મહાનુભાવો અને લોકો ઉપસ્થિત રહેશે. તેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વતૈયારીઓમાં જોડાયેલા શ્રમિકો અને કર્મચારીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર પૂરી પાડવા આરોગ્ય વિભાગ સજ્જ હોવાનું જિલ્લાના ઍપિડેમિક મેડિકલ ઑફિસર ડૉક્ટર આર. એસ. કશ્યપે જણાવ્યું.
Site Admin | ઓક્ટોબર 24, 2026 3:15 પી એમ(PM)
નર્મદામાં એકતાનગર ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પાંચ બાઈક ઍમ્બુલૅન્સ કાર્યરત્ કરવામાં આવી