ઓક્ટોબર 24, 2026 11:19 એ એમ (AM)

printer

મહિલા ક્રિકેટમાં, વડોદરામાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે ઝિમ્બાબ્વેને નવ વિકેટથી હરાવ્યું તો પુરુષ ક્રિકેટમાં, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 શ્રેણીની બીજી મેચ આજે ઓવલ ખાતે રમાશે

મહિલા ક્રિકેટમાં, ગઈકાલે વડોદરામાં રમાયેલી પ્રથમ વનડેમાં ભારતે ઝિમ્બાબ્વેને નવ વિકેટથી હરાવ્યું. આ જીત સાથે, ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0 ની સરસાઈ મેળવી છે.

ટોસ જીત્યા બાદ, ભારતે પ્રથમ બોલિંગ કરી અને ઝિમ્બાબ્વેને 49 ઓવર અને પાંચ બોલમાં 197 રનમાં ઓલઆઉટ કર્યું હતું. સ્પિનર શ્રી ચારાણીએ 23 રનમાં ચાર, ક્રાંતિ ગૌડે ત્રણ, દીપ્તિ શર્માએ બે અને શેફાલી વર્માએ એક વિકેટ લીધી હતી.

198 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, ભારતીય ટીમે 27 ઓવર અને એક બોલમાં એક વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. પ્રતિકા રાવલે અણનમ 100 રન બનાવ્યા. તેણીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. શ્રેણીની બીજી મેચ આવતીકાલે બપોરે 2 વાગ્યે વડોદરામાં રમાશે.

જ્યારે પુરુષ ક્રિકેટમાં, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની બીજી મેચ આજે ઓવલ ખાતે રમાશે.

આ મેચ બપોરે 12:30 વાગ્યે શરૂ થશે. ભારત આ શ્રેણીમાં 1-0 થી આગળ છે. ગુરુવારે રમાયેલી પહેલી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું હતું. શ્રેણીની ત્રીજી ટી20 મેચ મંગળવારે વેલિંગ્ટનમાં રમાશે.