સપ્ટેમ્બર 6, 2026 4:06 પી એમ(PM)

printer

નેપાળમાં, વિનાશક પૂરમાં મૃત્યુઆંક 1 હજાર 344 થયો જ્યારે 590 વિદેશી નાગરિકો સહિત પાંચ હજાર લોકો હજુ પણ ગુમ.

નેપાળમાં, વિનાશક પૂરમાં મૃત્યુઆંક 1 હજાર 344 છે, જ્યારે 590 વિદેશી નાગરિકો સહિત લગભગ 5 હજાર લોકો હજુ પણ ગુમ છે. અત્યાર સુધીમાં 13 હજાર 100 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નુવાકોટ જિલ્લામાં 10 દિવસ સુધી કાદવ અને કાટમાળ નીચે ફસાયેલા 60 વર્ષીય મહિલાને જીવતી બચાવી લેવામાં આવી છે.

અધિકારીઓને મૃતકોની ઓળખ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં ઘણા કિસ્સાઓમાં ડીએનએ પરીક્ષણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.