સપ્ટેમ્બર 6, 2026 10:06 એ એમ (AM)

printer

છત્તીસગઢમાં જગદલપુરમાં NIAની ખાસ અદાલતે ઝીરામ ખીણમાં માઓવાદી હુમલાના તમામ 10 આરોપીઓને દોષિત ઠેરવ્યા

છત્તીસગઢમાં જગદલપુરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની ખાસ અદાલતે ઝીરામ ખીણમાં માઓવાદી હુમલાના તમામ 10 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં કુલ 11 આરોપીઓ હતા, જેમાંથી એકનું મૃત્યુ થયું હતું.

અદાલતે બે મહિલાઓ સહિત તમામ દસ આરોપીઓને 29 લોકોની હત્યા અને 15 લોકોની હત્યાનો પ્રયાસ કરવા માટે દોષી ઠેરવ્યા. સજાનો નિર્ણય 16 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે.

મે 2013માં ઝીરામ ખીણમાં કોંગ્રેસના નેતાઓના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સહિત 29 લોકો માર્યા ગયા હતા.