બેડમિન્ટનમાં ભારતના સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી ત્રીજી વખત ચાઇના માસ્ટર્સની ફાઇનલમાં પહોંચ્યા છે. વિશ્વની 5મી ક્રમાંકિત જોડીએ સેમિફાઇનલમાં મલેશિયાના નૂર મોહમ્મદ અઝરીન અયુબ અને તાન વી કિઓંગને 21-15, 18-21, 21-11થી હરાવ્યા હતા.
આ ભારતીય જોડી આજે ફાઇનલમાં ચીનના હી જી ટિંગ અને રેન ઝિયાંગ યુનો સામે ટકરાશે.