સપ્ટેમ્બર 6, 2026 4:17 પી એમ(PM)

printer

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ઝેરી પીણુ પીવાથી નવ લોકોના મોત 35 સારવાર હેઠળ.

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં ઝેરી પીણુ પીવાથી નવ લોકોના મોત થયા અને 35 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

અહેવાલ અનુસાર, સારવાર હેઠળ રહેલા કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે અને તેમને બુંદેલખંડ મેડિકલ કોલેજ અને સાગરની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર પ્રતિભા પાલે જણાવ્યું કે આજે સવારથી ગેરકાયદેસર દારૂના સેવનથી કથિત બીમારીઓ અને મૃત્યુના અહેવાલો પ્રાપ્ત થયા છે, અને સિવિલ હોસ્પિટલમાં તપાસ ચાલી રહી છે. નૌરા અને ઘુગરુ ગામો સહિત અસરગ્રસ્ત વિસ્તારોમાં તબીબી ટીમો અને અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, પોલીસે આ બનાવ અંગે તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ પછી જ જાણી શકાશે.