સપ્ટેમ્બર 6, 2026 4:18 પી એમ(PM)

printer

મહેસાણામાં એક તળાવમાં ન્હાવા ગયેલા ત્રણ યુવકના ડૂબી જવાથી મોત.

મહેસાણામાં એક તળાવમાં ન્હાવા ગયેલા ત્રણ યુવકના ડૂબી જવાથી મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે, જોતાણા તાલુકાના સૂરજ ગામના તળાવમાં ન્હાવા જતા વખતે પાણીમાં ગરકાવ થવાથી ત્રણેયે જીવ ગુમાવ્યા. કડી પોલીસ અને મહેસાણા અગ્નિશમન દળની ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી ત્રણ મૃતદેહ બહાર કાઢ્યા હતા.