વિદેશ મંત્રી ડૉક્ટર એસ. જયશંકરે પૉલૅન્ડના વોર્સોમાં ગુડ મહારાજા સ્મારક તરીકે જાણીતા જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી રણજિતસિંહજી જાડેજાના સ્મારકની મુલાકાત લઈ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ સાથે જ પૉલૅન્ડ અને જામનગરના સંબંધ ફરી તાજા થયા.
ઉલ્લેખનીય છે કે, દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન આશરે એક હજાર પોલિશ બાળકોને આશ્રય અને સંભાળ આપી માનવતાનું અદ્વિતીય ઉદાહરણ પૂરું પાડનારા જામનગરના જામસાહેબને આજે પણ પૉલેન્ડના લોકોના હૃદયમાં સન્માનપૂર્વક યાદ કરવામાં આવે છે.