પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિક્ષકોને પાઠ્યપુસ્તકોથી આગળ વધીને વિદ્યાર્થીઓના જીવનને સુધારવા અને તેમના બાળપણને સુરક્ષિત રાખવામાં મોટી ભૂમિકા ભજવવા હાકલ કરી છે.
પ્રધાનમંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત શિક્ષકો સાથે વાતચીત કરી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં મીટિંગની ઝલક શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે શિક્ષકોએ ખાતરી કરવી જોઈએ કે દરેક વિદ્યાર્થીનું આંતરિક બાળપણ જીવંત રહે. તે માટે શિક્ષકોએ પોતાના આંતરિક બાળકને પણ જીવંત રાખવું જોઈએ. તેમણે બાળકોમાં વધુ પડતા સ્ક્રીન ટાઇમની આદત અંગે ચિંતા વ્યક્ત કરી.
શ્રી મોદીએ માદક દ્વવ્યોના દુરુપયોગના વધતા જોખમ અંગે પણ ચિંતા વ્યક્ત કરી.
પ્રધાનમંત્રીએ સ્તન કેન્સર જાગૃતિનો પણ ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, હું કાશીનો સાંસદ છું, તેથી મેં ત્યાં સ્તન કેન્સર વિશે જાગૃતિ લાવવા માટે એક અભિયાન શરૂ કર્યું, અને મને ખુશી છે કે આ દિવસોમાં મહિલાઓ પોતાની તપાસ કરાવવા માટે આગળ આવી રહી છે.