મહિલા ક્રિકેટમાં, ભારતે દુબઈમાં રમાયેલી એશિયા કપ T20 મેચમાં પાકિસ્તાનને સાત વિકેટથી હરાવ્યું. પાકિસ્તાન ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં 18.1 ઓવરમાં માત્ર 55 રન બનાવી ઓલઆઉટ થયું, જે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેમનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર હતો.
ભારત તરફથી શ્રી ચારણી અને પ્રેમા રાવતે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી. ભારતે 8.4 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી આ લક્ષ્ય હાંસલ કર્યું, જેમાં કેપ્ટન હરમનપ્રીત કૌર 18 રન બનાવીને અણનમ રહ્યાં.