ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે આજે સ્વસ્થ મતભેદ અને વિચાર-વિમર્શની સંસ્કૃતિના મહત્વ પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં ચાલી રહેલા બ્રિક્સ મુખ્ય ન્યાયમૂર્તિ ફોરમના ભાગ રૂપે, મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે બ્રિક્સ સભ્ય દેશો અને ભાગીદાર દેશોના પ્રતિનિધિમંડળોને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે, સમયસર અને અનુમાનિત ન્યાય મળવો જરૂરી છે.
મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે યાદ અપાવ્યું કે કેવી રીતે નાલંદા યુનિવર્સિટી સૌથી પ્રખ્યાત શૈક્ષણિક કેન્દ્ર હતી જ્યાં વિશ્વભરના વિદ્યાર્થીઓ અને સંશોધકોને કોઈપણ ભેદભાવ કે અવરોધો વિના પ્રવેશ આપવામાં આવતો હતો. તેમણે ઉમેર્યું કે બ્રિક્સને જીવંત નાલંદા યુનિવર્સિટી તરીકે પણ ઓળખવામાં આવવી જોઈએ.