સપ્ટેમ્બર 5, 2026 7:49 પી એમ(PM)

printer

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 1 હજાર 344 થયો, 13 હજારથી વધુ લોકોને બચાવ્યા

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં મૃત્યુઆંક વધીને 1 હજાર 344 થયો છે. અસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં બચાવ કામગીરી ચાલુ છે, જ્યારે લગભગ પાંચ હજાર લોકો હજુ પણ ગુમ છે. અત્યાર સુધીમાં 13 હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

નુવાકોટ જિલ્લામાં એક 60 વર્ષીય મહિલાને 10 દિવસ સુધી ફસાયેલા રહેલાં ચાર માળના મકાનના કાટમાળમાંથી જીવિત બચાવી લેવામાં આવ્યા છે. ઘણા મૃતદેહો ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ જવાથી અથવા ટુકડાઓમાં મળી આવવાના કારણે નેપાળે પીડિતોની ઓળખ માટે DNA ટેસ્ટ શરૂ કર્યા છે. અત્યાર સુધીમાં 96 મૃતદેહોની ઓળખ કરીને તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે.

26 ઓગસ્ટે નેપાળ-તિબ્બત સરહદ નજીક હિમસ્ખલનના કારણે અચાનક પૂર આવ્યું હતું.