સપ્ટેમ્બર 6, 2026 8:33 એ એમ (AM)

printer

અમદાવાદ એરપોર્ટ પરથી પાંચ કિલો પાંચસો ગ્રામના પ્રતિબંધિત પદાર્થ સાથે વિયેતનામથી આવેલા મુસાફરની ધરપકડ

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિયેતનામના હો ચી મિન્હ સિટીથી  ફ્લાઇટમાં આવેલા મુસાફરને નશાકારક પદાર્થ સાથે કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યો છે. મુસાફર કુકીઝના બોક્સ અને કોર્ન ફલેક્સના પેકેટમાં માદક પદાર્થ લઇને આવ્યો હતો.

આ પદાર્થ તે  હેન્ડબેગમાં જ લઇને આવ્યો હતો. મુંબઈના રહેવાસી એવા આ  મુસાફરની તપાસ દરમિયાન તેની પાસેથી પાંચ કિલો પાચંસો ગ્રામ કરતાં વધારે પ્રતિબંધિત પદાર્થ મળી આવ્યો હતો. મુસાફરની ધરપકડ કરવામાં આવી છે.