સપ્ટેમ્બર 6, 2026 8:28 એ એમ (AM)

printer

રાજ્યમાં 11 હજાર શિક્ષકોની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઇ હોવાનું જણાવતાં શિક્ષણ મંત્રી

રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાંજાએ કહ્યું છે કે બાળકોને ગુણવત્તા શિક્ષણ મળી રહે અને દરેક શાળામાં શિક્ષકોની સંખ્યા વધારવાના ભાગરૂપે શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જ્ઞાન સહાયકો અને વિદ્યાસહાયકોની નિમણૂંક ચાલી રહી છે. તેમણે કહ્યુ હતું કે રાજ્યમાં આગામી સમયમાં અગિયાર હજાર શિક્ષકોની નિમણૂક થશે.

ઐતિહાસિક રીતે જ્ઞાન સહાયકની ખૂબ જ ટૂંક સમયમાં ભરતી થઈ અને એવું ઉપરાંત વર્તમાનમાં 11,000 શિક્ષકોની વિદ્યાસહાયકોની ભરતીની પ્રક્રિયા લગભગ પૂર્ણતાને આરે છે અને ટૂંક સમયમાં આખા ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની ભરતી થવા જઈ રહી છે.