ઓગસ્ટ 1, 2026 7:56 પી એમ(PM)

views 119

ગ્લાસગોમાં આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સર જૈસ્મીન લેમ્બોરિયા અને પ્રીતિ પવારે સુવર્ણ ચંદ્રકો જીત્યા

ગ્લાસગોમાં આજે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય બોક્સર જૈસ્મીન લેમ્બોરિયા અને પ્રીતિ પવારે સુવર્ણ ચંદ્રકો જીત્યા. પેરા એથ્લેટિક્સમાં શૉટ પૂટ માં સોમન રાણાએ સુવર્ણ ચંદ્રક અને શુભમ જુયાલે રજત ચંદ્રક જીત્યો છે.એથ્લેટિક્સમાં ટ્રિપલ જમ્પર પ્રવીણ ચિત્રાવલે રજત ચંદ્રક જીત્યો, જ્યારે સેલ્વા પ્રભુએ કાંશય ચંદ્રક જીત...

ઓગસ્ટ 1, 2026 7:39 પી એમ(PM)

views 11

વાણિજ્યિક LPG ગેસના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો-નવા ભાવ આજથી અમલમાં

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે વાણિજ્યિક LPG ગેસના ભાવમાં પ્રતિ 19 કિલો સિલિન્ડરમાં અંદાજે 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. દિલ્હીમાં વાણિજ્યિક LPG સિલિન્ડરનો નવો ભાવ હવે બે હજાર 738 રૂપિયા થશે. કોમર્શિયલ LPG સિલિન્ડરના નવા ભાવ આજથી અમલમાં આવ્યા છે. આ નિર્ણયથી રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ અને ખાણીપીણી વ્યવસાય સાથ...

ઓગસ્ટ 1, 2026 7:09 પી એમ(PM)

views 22

આજથી વિશ્વ સ્તનપાન સપ્તાહનો પ્રારંભ, આંગણવાડીઓમાં યોજાશે કાર્યક્રમો

ગુજરાત રાજ્યમાં આજથી શિશુ સ્વાસ્થ્ય અને પોષણને પ્રોત્સાહન આપવા માટે 'વિશ્વ સ્તનપાન સપ્તાહ'ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શિશુઓના સર્વાંગી વિકાસ અને સ્વાસ્થ્ય માટે સ્તનપાનના મહત્વ અંગે જનમાનસમાં જાગૃતિ લાવવાના હેતુથી મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવ...

ઓગસ્ટ 1, 2026 7:05 પી એમ(PM)

views 12

મોરબી: મચ્છુ-2 ડેમના 16 દરવાજા 10 ફૂટ ખોલાયા, મોરબીનો બેઠો પુલ બંધ

મોરબી જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે મચ્છુ-2 ડેમમાં પાણીની જંગી આવક નોંધાઈ છે. જળસપાટી જાળવવા માટે ડેમના 16 દરવાજા 10 ફૂટ ખોલીને 1 લાખ ક્યુસેકથી વધુ પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું છે. નદી બે કાંઠે વહેતી થતાં સાવચેતીના ભાગરૂપે મોરબી શહેરનો બેઠો પુલ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્...

ઓગસ્ટ 1, 2026 6:58 પી એમ(PM)

views 33

વલસાડમાં ઔરંગાના પૂર ઓસર્યા: તંત્ર દ્વારા રાહત-સફાઈ વેગવંતી

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ ઔરંગા નદીમાં આવેલા પૂરના પાણી હવે ઓસરી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઉતરતા સ્થાનિક લોકોએ મોટી રાહત અનુભવી છે. બીજી તરફ, જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે રાહત, બચાવ અને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. ડિઝાસ્ટર મામલતદાર હકુ...

ઓગસ્ટ 1, 2026 6:33 પી એમ(PM)

views 25

ગુજરાતમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાત રાજ્યમાં એકસાથે ચાર જેટલી હવામાન સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજા ફરી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ, આજે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ અન...

ઓગસ્ટ 1, 2026 6:15 પી એમ(PM)

views 42

‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ કાર્યક્રમ યોજાશે: 1 કરોડથી વધુ યુવાનો જોડાશે

માય ભારત દ્વારા દેશવ્યાપી 'નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત - સંકલ્પ અભિયાન' અંતર્ગત આવતીકાલે અમદાવાદમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી દેશના યુવાનોને સંબોધિત કરશે, જેમાં અમદાવાદના યુવાનો પ્રત્યક્ષ રીતે જોડાઈને નશામુક્ત સમાજના...

ઓગસ્ટ 1, 2026 3:27 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં અલ્લુરી સીતારામ રાજૂ વિમાન મથકનું ઉદ્ઘાટન કર્યુ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે ગ્રીનફિલ્ડ અલ્લુરી સીતારામરાજુ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીનું સ્વાગત આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીર, મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને અન્ય મહાનુભાવોએ કર્યું. શ્રી મોદીએ પેસેન્જર ટર્મિન...

ઓગસ્ટ 1, 2026 3:22 પી એમ(PM)

views 15

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026ને મંજૂરી આપી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક, 2026ને મંજૂરી આપી છે. આ વિધેયક ગુરુવારે સંસદમાં પસાર થયું હતું. જેનો ઉદ્દેશ્ય કડક દંડની જોગવાઈ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરીને જાહેર પરીક્ષાઓમાં અન્યાયી પ્રથાઓને રોકવાનો છે. આ વિધેયક દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યના રક્ષણ માટે એક મજબૂત કાયદ...

ઓગસ્ટ 1, 2026 3:14 પી એમ(PM)

views 32

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી..

છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા રાજ્યમાં મનમૂકી વરસી રહ્યા છે. આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ઘમરોળ્યા બાદ આજે વરસાદે સૌરાષ્ટ્ર તરફ વાટ પકડી છે. આજે સુરેન્દ્રનગરના વઢવાણ અને ધ્રાંગધ્રામાં આજે 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને લખતરમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે વઢવાણ ભોગાવો-૨ પરનો ધોળીધજા ...