ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે વાણિજ્યિક LPG ગેસના ભાવમાં પ્રતિ 19 કિલો સિલિન્ડરમાં અંદાજે 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. દિલ્હીમાં વાણિજ્યિક LPG સિલિન્ડરનો નવો ભાવ હવે બે હજાર 738 રૂપિયા થશે. કોમર્શિયલ LPG સિલિન્ડરના નવા ભાવ આજથી અમલમાં આવ્યા છે. આ નિર્ણયથી રેસ્ટોરન્ટ, ઢાબા, હોટલ અને ખાણીપીણી વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રાહત મળશે.
જોકે, 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરાયો નથી.
News On AIR | ઓગસ્ટ 1, 2026 7:39 પી એમ(PM)
વાણિજ્યિક LPG ગેસના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો-નવા ભાવ આજથી અમલમાં