ઓગસ્ટ 1, 2026 8:04 પી એમ(PM)

printer

હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ અને માહેમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું

હવામાન વિભાગે આજે ગુજરાત, કેરળ અને માહેમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, કોંકણ, ગોવા અને ઉત્તરપૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી છે
આગામી બે દિવસ સુધી જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, તેલંગાણા, વિદર્ભ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે.