ઓગસ્ટ 1, 2026 3:08 પી એમ(PM)

views 16

200થી વધુ તાલુકામાં આજે વરસાદ નોંધાતા રાજ્યના 15 જળાશય છલકાયાં.

200થી વધુ તાલુકામાં આજે વરસાદ નોંધાતા રાજ્યના 15 જળાશય છલકાયાં છે જ્યારે 22 જળાશય હાઇ એલર્ટ પર છે. ઉપરાંત 8 જળાશય એલર્ટ પર અને 11 જળાશયને વોર્નિંગ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 74 ટકા ભરાયો છે અને તેમાંથી 624 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમમાં પ...

ઓગસ્ટ 1, 2026 3:05 પી એમ(PM)

views 24

રાજ્યમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત..

રાજ્યમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. સુરતમાં ધોધમાર વરસાદને પગલે અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોના ચાર હજારથી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. કીમ નદીના વધતા જળસ્તરને પગલે કાંઠા વિસ્તારના નાગરિકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસી જવા જિલ્લા કલેક્ટર તેજસ પરમારે અપીલ કરી છે. બીજી તરફ ઓલપાડ ...

ઓગસ્ટ 1, 2026 2:44 પી એમ(PM)

views 16

ઓરિસ્સામાં પૂરની સ્થિતી ગંભીર..

ઓડિશામાં પૂરની સ્થિતિ ગંભીર છે. રાજ્યમાં અનેક નદીઓ છલકાઈ રહી છે અને સેંકડો ગામડાઓ ડૂબી ગયા છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝી આજે ભદ્રક, બાલાસોર, જાજપુર અને કેઓંઝર સહિત પૂરગ્રસ્ત જિલ્લાઓનું હવાઈ સર્વેક્ષણ કરશે. તેઓ વરિષ્ઠ અધિકારીઓ સાથે રાહત, બચાવ અને પુનર્વસન પ્રયાસોની પણ સમીક્ષા કરશે. હીરાકુડ જળાશયમાં પ...

ઓગસ્ટ 1, 2026 2:38 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપરાને રજત ચંદ્રક અને યશ વીર સિંહને કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં નીરજ ચોપરાને રજત ચંદ્રક જીતવા બદલ અને યશ વીર સિંહને મેન્સ જેવલિન થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ ફરી એકવાર નોંધપાત્ર સુસંગતતા, સંયમ અને રમતગમતની ભાવના દર્શાવવા બદલ નીરજ ચોપરાની પ્રશં...

ઓગસ્ટ 1, 2026 2:36 પી એમ(PM)

views 13

19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો.

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ભાવ ઘટાડા પછી, દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો નવો ભાવ બે હજાર 738 રૂપિયા થશે. કોલકાતામાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ બે હજાર આઠસો બાવન પૈસા, મુંબઈમાં બે હજાર 651 રૂપિયા પચાસ પૈસા અન...

ઓગસ્ટ 1, 2026 2:34 પી એમ(PM)

views 37

જુલાઇ મહિનામાં GST કલેક્શન નોંધપાત્ર રીતે વધીને બે લાખ 11 હજાર 205 કરોડ રૂપિયા થયું.

ગયા મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શનમાં નોંધપાત્ર વધારો થયો હતો અને તે બે લાખ 11 હજાર 205 કરોડ રૂપિયા થયું હતું, જે જુલાઈ 2025માં એક લાખ 83 હજાર 65 કરોડ રૂપિયા હતું, તેનાથી 15.4 ટકાનો વધારો દર્શાવે છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા હંગામી ડેટા અનુસાર, કુલ સ્થાનિક GST આવક એક લાખ 44...

ઓગસ્ટ 1, 2026 10:52 એ એમ (AM)

views 21

મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે 12મી ઓગષ્ટ સુધી નોંધણી

ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહ બાદ મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટેની 12મી ઓગષ્ટ સુધી પીન વિતરણ અને નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નોઁધણી બાદ વિદ્યાર્થીઓ ત્રીજીથી 13મી ઓગષ્ટ સુધી સહાય કેન્દ્રમાં જઇને પોતાના દસ્તાવેજોની ચકાસણી કરાવી શકશે. ચાલુ વર્ષે 300 બેઠકોના વધારા સાથે કુલ સાત હજાર 500 બેઠકો પર પ્રવે...

ઓગસ્ટ 1, 2026 12:31 પી એમ(PM)

views 34

GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ

રાજ્યમાં આજે યોજાનારી ગુજરાત જાહેર સેવા આયોગ – GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ છે. GPSC દ્વારા સોશિયલ મીડિયા સંદેશમાં જણાવાયું કે, ઉમેદવારોની વિવિધ માધ્યમો દ્વારા મળેલી રજૂઆતોને ધ્યાને રાખી આજે પરીક્ષા મોકૂફ રહેશે. હવે સંબંધિત પરીક્ષા આગામી નવ ઑગસ્ટે યોજાશે. આ સાથે આવતીકાલે યોજાનારી ટાટ હાયર સેકન્ડરી પરીક...

ઓગસ્ટ 1, 2026 11:07 એ એમ (AM)

views 19

સસંદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026ને મુખ્યમંત્રીએ આવકાર્યું

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંસદમાં પસાર થયેલા જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવાના સુધારા વિધેયક 2026 અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ બીલનું પસાર થવું એ દેશના કરોડો યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાની એક ઐતિહાસિક પહેલ છે. સમગ્ર ગુજરાત આ સુધારાને આવકારે છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત સરક...

ઓગસ્ટ 1, 2026 10:42 એ એમ (AM)

views 29

ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં અસ્મિતા ડે અને હર્ષ સિંહે જુડોમાં સુવર્ણચંદ્રક જીત્યા

ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં અસ્મિતા ડે અને હર્ષ સિંહે પોત પોતાના વજનજૂથ જુડોમાં સુવર્ણ ચંદ્રક જીત્યા. અસ્મિતાએ મહિલાની 48 કિલોગ્રામ અને હર્ષ સિંહે પુરુષોની 60 કિગ્રા વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો. ભારતીય બોક્સર પ્રીતિએ મહિલાઓની 54 કિલોગ્રામ વર્ગમાં સેમિફાઇનલમાં ઝામ્બિયાની કેથરિન મ્વાપેને હરાવી. જાસ...