ઓગસ્ટ 1, 2026 3:22 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક 2026ને મંજૂરી આપી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાહેર પરીક્ષાઓ સુધારા વિધેયક, 2026ને મંજૂરી આપી છે. આ વિધેયક ગુરુવારે સંસદમાં પસાર થયું હતું. જેનો ઉદ્દેશ્ય કડક દંડની જોગવાઈ અને ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરીને જાહેર પરીક્ષાઓમાં અન્યાયી પ્રથાઓને રોકવાનો છે. આ વિધેયક દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્યના રક્ષણ માટે એક મજબૂત કાયદાકીય માળખા હેઠળ પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા, ન્યાય અને અખંડિતતાને મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો છે.
આ કાયદામાં ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ છે, જેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકત જપ્ત કરવા જેવી સખત સજાનો સમાવેશ થાય છે.
આ કાયદામાં પોલીસ દ્વારા માહિતી દાખલ કર્યાની તારીખથી બે મહિનાની અંદર ગુનાઓની તપાસ પૂર્ણ કરવામાં આવે, જ્યારે ચાર્જશીટ દાખલ થયાની તારીખથી ત્રણ મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ કરવામાં આવે તેવી જોગવાઈ છે.