200થી વધુ તાલુકામાં આજે વરસાદ નોંધાતા રાજ્યના 15 જળાશય છલકાયાં છે જ્યારે 22 જળાશય હાઇ એલર્ટ પર છે. ઉપરાંત 8 જળાશય એલર્ટ પર અને 11 જળાશયને વોર્નિંગ પર રખાયા છે.
રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 74 ટકા ભરાયો છે અને તેમાંથી 624 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. તો રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે ભાદર-2 ડેમનો એક દરવાજો ખોલાયો, જ્યારે આજી-૨ ડેમના બે દરવાજા ખોલાતા કાંઠાના ગામોને સાવચેત કરાયા છે. બોટાદ જિલ્લાનો રમાઘાટ ડેમ પણ મોસમમાં પહેલીવાર ઓવરફલો થયો.
News On AIR | ઓગસ્ટ 1, 2026 3:08 પી એમ(PM)
200થી વધુ તાલુકામાં આજે વરસાદ નોંધાતા રાજ્યના 15 જળાશય છલકાયાં.