ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. ભાવ ઘટાડા પછી, દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો નવો ભાવ બે હજાર 738 રૂપિયા થશે. કોલકાતામાં 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ બે હજાર આઠસો બાવન પૈસા, મુંબઈમાં બે હજાર 651 રૂપિયા પચાસ પૈસા અને ચેન્નાઈમાં બે હજાર 906 રૂપિયા છે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા અનુસાર, કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા ભાવ આજથી અમલમાં આવ્યા છે. આ નિર્ણય રેસ્ટોરાં, ઢાબા, હોટલ અને ખાદ્ય અને પીણાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રાહત આપશે.
News On AIR | ઓગસ્ટ 1, 2026 2:36 પી એમ(PM)
19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો.