ઓગસ્ટ 1, 2026 3:14 પી એમ(PM)

printer

રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી..

છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા રાજ્યમાં મનમૂકી વરસી રહ્યા છે. આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ઘમરોળ્યા બાદ આજે વરસાદે સૌરાષ્ટ્ર તરફ વાટ પકડી છે. આજે સુરેન્દ્રનગરના વઢવાણ અને ધ્રાંગધ્રામાં આજે 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો અને લખતરમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે વઢવાણ ભોગાવો-૨ પરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો. જ્યારે નાયકા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા. દરમિયાન સુરેન્દ્રનગરમાં પાણીમાં ફસાયેલા અંદાજે 100થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું.
મોરબીમાં આજે ચાર જ્યારે ટંકારામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો. ત્યારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-બે ડેમના 4 દરવાજા ખોલી 14 હજાર ક્યુસેક પાણી છોડવામા આવી રહ્યું છે. ત્યારે 32 ગામોને સાવચેત કરાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના અનેક ગામોમાં પણ આજે ધીમી ધારે વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. કચ્છ જિલ્લાના સાચરચરમાં પણ આજે એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.