પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમ ખાતે ગ્રીનફિલ્ડ અલ્લુરી સીતારામરાજુ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીનું સ્વાગત આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીર, મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને અન્ય મહાનુભાવોએ કર્યું. શ્રી મોદીએ પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું અને ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું. તેમણે એરપોર્ટની અત્યાધુનિક મુસાફરો સુવિધાઓની પણ સમીક્ષા કરી, અને અધિકારીઓએ તેમને તેની ડિઝાઇન, અદ્યતન ટેકનોલોજી, અને ઉડ્ડયન કેન્દ્ર તરીકે ભવિષ્યના વિસ્તરણ વિશે માહિતી આપી.
પ્રધાનમંત્રીએ 13 હજાર 500 થી વધુ આદિવાસી મહિલાઓ દ્વારા રજૂ કરાયેલ પરંપરાગત થિમ્સા નૃત્ય પણ નિહાળ્યું, ત્યારબાદ તેઓ જાહેર સભા સ્થળ તરફ ગયા, જ્યાં તેઓ અનેક મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, અને સભાને સંબોધિત કર્યું.
News On AIR | ઓગસ્ટ 1, 2026 3:27 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશમાં અલ્લુરી સીતારામ રાજૂ વિમાન મથકનું ઉદ્ઘાટન કર્યુ.