ઓગસ્ટ 1, 2026 6:15 પી એમ(PM) | Ahmedabad | Gujarat | University

printer

‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત’ કાર્યક્રમ યોજાશે: 1 કરોડથી વધુ યુવાનો જોડાશે

માય ભારત દ્વારા દેશવ્યાપી ‘નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત – સંકલ્પ અભિયાન’ અંતર્ગત આવતીકાલે અમદાવાદમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી દેશના યુવાનોને સંબોધિત કરશે, જેમાં અમદાવાદના યુવાનો પ્રત્યક્ષ રીતે જોડાઈને નશામુક્ત સમાજના નિર્માણ માટે શપથ લેશે.

ગુજરાત યુનિવર્સિટી ખાતે 250થી વધુ યુવાનો લેશે શપથ
અમદાવાદ જિલ્લામાં માય ભારત, જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટીના મહર્ષિ વેદ વ્યાસ ભવન સભાખંડ ખાતે સવારે 10:00 કલાકે યોજાશે. જિલ્લા યુવા અધિકારી પ્રિતેશ કુમાર ઝવેરીના નેતૃત્વમાં યોજાનાર આ કાર્યક્રમમાં MY Bharat ના સ્વયંસેવકો અને વિવિધ યુવા મંડળોના 250 થી વધુ સભ્યો પ્રત્યક્ષ રીતે ભાગ લેશે.

દેશભરના 10,000 સ્થળોએથી 1 કરોડ યુવાનો વર્ચ્યુઅલ જોડાશે
આ ઝુંબેશ માત્ર અમદાવાદ પૂરતી સીમિત નથી. સમગ્ર દેશમાં 10,000 થી વધુ સ્થળોએ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 1 કરોડથી પણ વધુ યુવાનો વર્ચ્યુઅલ માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાઈને આ રાષ્ટ્રવ્યાપી મુહિમને વેગવંતી બનાવશે અને સામૂહિક નશામુક્તિના શપથ લેશે.

100 અઠવાડિયા સુધી ચાલશે ‘રવિવાર જનસહભાગિતા અભિયાન’
યુવાનોમાં નશામુક્તિ અંગે સતત જાગૃતિ જળવાઈ રહે તે હેતુથી 100 અઠવાડિયાનું દેશવ્યાપી ‘રવિવાર જનસહભાગિતા અભિયાન’ શરૂ કરવામાં આવનાર છે. આ અંતર્ગત દર રવિવારે રમતગમત, ફિટનેસ, ધ્યાન અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત, MY Bharat પોર્ટલ પર ‘ઈ-પ્રતિજ્ઞા’ અભિયાન શરૂ કરાયું છે. યુવાનો સરકારી ગતિવિધિઓનો લાભ લઈ શકે તે માટે https://mybharat.gov.in પર સઘન નોંધણી અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

વિકસિત ભારત@2047 માટે યુવાનોને જોડાવા અપીલ
આ અંગે વાત કરતા અમદાવાદ જિલ્લા યુવા અધિકારી પ્રિતેશ કુમાર ઝવેરીએ યુવાનોને આ રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં સ્વયંસેવક તરીકે જોડાઈને ‘વિકસિત ભારત’ ના સ્વપ્નને સાકાર કરવા હાકલ કરી છે. તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિને નશામાંથી મુક્તિ જોઈતી હોય તો તેઓ નિઃસંકોચ સંબંધિત કચેરીઓનો સંપર્ક કરી શકે છે.


પ્રતેશ કુમાર ઝવેરી, જિલ્લા યુવા અધિકારી, અમદાવાદ

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.