ઓગસ્ટ 1, 2026 3:05 પી એમ(PM)

printer

રાજ્યમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત..

રાજ્યમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. સુરતમાં ધોધમાર વરસાદને પગલે અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોના ચાર હજારથી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. કીમ નદીના વધતા જળસ્તરને પગલે કાંઠા વિસ્તારના નાગરિકોને સમયસર સુરક્ષિત સ્થળે ખસી જવા જિલ્લા કલેક્ટર તેજસ પરમારે અપીલ કરી છે.
બીજી તરફ ઓલપાડ અને માંડવી ખાતે SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. માંડવી તાલુકામાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઇ હતી જેને લઈને સાંસદ પ્રભુ વસાવા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.

છોટાઉદેપુર જિલ્લાના મોટાવાંટ અને રાજવાસણા ગામે નદી કિનારે રહેતા 49 લોકોનુ વહીવટીતંત્રએ રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા. બીજી તરફ વલસાડમા ઔરંગા નદીના વહેણમાં રેલવેના વોશિંગ યુનિટમાં પાણી ફરી વળ્યા હતા જેને પગલે ભારતીય રેલવેના માર્કની ચાદરો, તકિયા, બ્લેન્કેટ અને ટુવાલ તણાઈ જતાં અંદાજે એક કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.