દેશના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને તેમને સામાજિક પરિવર્તનના દૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા’ પહેલનો ગુજરાત સહિત દેશભરમાં પ્રારંભ કરાવશે. આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં રાજ્ય સહિત દેશભરના 10 હજારથી વધુ સ્થળોએથી લાખો યુવાનો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થશે. આ અંગે વાત કરતા અમદાવાદ જિલ્લા યુવા અધિકારી પ્રિતેશ કુમાર ઝવેરીએ યુવાનોને આ રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં સ્વયંસેવક તરીકે જોડાઈને ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા હાકલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિને નશામાંથી મુક્તિ જોઈતી હોય તો તેઓ નિઃસંકોચ સંબંધિત કચેરીઓનો સંપર્ક કરી શકે છે.આ અભિયાનનું જો મુખ્ય ચળવળની વાત કરીએ તો દેશના યુવાનો વિકસિત ભારતને બનાવવામાં વિકસિત ભારત @2047 ની આપણે પરિકલ્પના કરીએ છીએ ત્યારે યુવાનો નશામુક્ત વિકસિત ભારત બનાવે અને તે માટે આગળ આવે એના માટે એક આ દેશવ્યાપી ચળવળ છે કે જેમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી દેશના યુવાનોને આહવાન કરશે અને આવતીકાલે માય ભારત યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ભારત સરકાર દ્વારા દેશવ્યાપી 10 હજારથી વધુ સ્થળોએ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાશે
News On AIR | ઓગસ્ટ 2, 2026 10:27 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સહિત દેશભરમાં ‘વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા’ પહેલનો પ્રારંભ કરાવશે