ક્રિકેટમાં, ભારતે મહિલા એશિયા કપ 2026 જીતી લીધો છે . ગઈકાલે ફાઇનલમાં શ્રીલંકાને 72 રનથી હરાવીને આઠમી વખત એશિયા કપ જીત્યો.
આ જીત સાથે, ભારતે 2024ની ફાઇનલમાં શ્રીલંકા સામેની હારને સરભર કરી છે. વન-ડે અને ટી20 ફોર્મેટ બંનેમાં એશિયા કપ ફાઇનલમાં શ્રીલંકા સામે ભારતનો આ છઠ્ઠો વિજય છે,
જેમાં 2004 ની શ્રેણીનો સમાવેશ થાય છે, જ્યાં ભારતે બે ટીમોની
ટુર્નામેન્ટમાં શ્રીલંકાને 5-0 થી હરાવ્યું હતું. ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના વચ્ચેની રેકોર્ડબ્રેક 129 રનની ભાગીદારીને કારણે ભારતે 5 વિકેટે 183 રન બનાવ્યા.
ત્યારબાદ બોલરોએ શ્રીલંકાને 19 ઓવર અને 4 બોલમાં 111 રનમાં ઓલઆઉટ કરી દીધી, જેમાં શ્રી ચારાનીએ ચાર વિકેટ અને દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ લીધી.
શેફાલી વર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, ટીમ ઈન્ડિયાના તમામ સભ્યોને મહિલા T20 એશિયા કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.