કચ્છના ભુજ ખાતે મેન્ગ્રોવ સંરક્ષણ, પુનઃસ્થાપન અને સતત વ્યવસ્થાપન પરની વર્કશોપ યોજાયો હતો. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે દરિયાકાંઠાની જૈવવિવિધતા, આબોહવા, સ્થિતિસ્થાપકતા અને આજીવિકા માટે મેન્ગ્રોવના સંરક્ષણ પર ભાર મૂક્યો.
આ પ્રસંગે ‘કોફી ટેબલ બુક ઓન કચ્છ મેન્ગ્રોવ્સ‘ અને ‘મેન્ગ્રોવ્સ એટલાસ ઓફ ગુજરાત‘ બહાર પાડ્યા હતા અને મેન્ગ્રોવ જીઆઈએસ (MGIS) પોર્ટલ લોન્ચ કર્યું હતું.
કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ભુજમાં ફ્લેગશિપ કાર્યક્રમોની સમીક્ષા બેઠકની કરી. આ બેઠકમા ઘોરાડના સંરક્ષણ વર્તમાન સ્થિતિ, ઘાસભૂમિ પુનઃસ્થાપન અને પ્રોજેક્ટ ચિત્તા સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ભારત જૈવ વિવિધતા પરિદ્રશ્ય સ્તરના સંરક્ષણમાં વૈશ્વિક બેંચમાર્ક બનવા તરફ કામ કરી રહ્યું છે. શ્રી યાદવે ગુજરાતમાં અત્યંત જોખમમાં મુકાયેલા ઘોરાડના સંરક્ષણ માટેના નવા પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. બેઠકમાં રાજયના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.