સપ્ટેમ્બર 14, 2026 9:28 એ એમ (AM)

printer

વિશ્વ વિખ્યાત તરણેતરના ભાતીગળ મેળાનો આરંભ – હજારો લોકો મેળામાં ઉમટશે

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક આજથી વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિ, પરંપરાગત વસ્ત્રો અને આસ્થાના આ મહાપર્વમાં સમગ્ર રાજ્ય, દેશ અને વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

આજે ભાદરવા સુદ ત્રીજના પ્રથમ દિવસે સવારે સાડા નવ વાગ્યે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું કેવડાથી શિવપૂજન કરી મેળો ખુલ્લો મુકાશે. ત્યારબાદ પશુમેળો અને પ્રદર્શન, ગ્રામીણ ઓલિમ્પિક તથા પારંપરિક સ્પર્ધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવશે. લોકો મુક્ત મને મેળો માણી શકે તે માટે ૧૧ DySP, ૩૦ PI, ૫૦ PSI સહિત ૧૫૦૦ પોલીસ કર્મચારીઓ, SRP ની ૨ કંપનીનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે