સપ્ટેમ્બર 14, 2026 9:51 એ એમ (AM)

printer

સુરતમાં 100 વિદ્યાર્થીઓને ફૂડપોઇઝનિંગ બાદ રાજ્યની તમામ હોસ્ટેલોમાં તપાસના આદેશ

વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી નહીં લેવાય અને માર્ગદર્શિકાનુ પાલન નહીં કરનાર સામે કડક કાર્યવાહી થશે તેમ  આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે. સુરતની પી.પી. સવાણી હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ રાજ્યભરની તમામ હોસ્ટેલોના રસોડાની સઘન તપાસ કરવાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ આદેશ આપ્યા છે.

અબ્રામા સ્થિત પી.પી. સવાણી હોસ્ટેલમાં ભોજન લીધા બાદ 100 વિદ્યાર્થીઓમાં ફૂડ પોઈઝનિંગની સ્થિતિ સર્જાતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક ઘટનાની ગંભીર નોંધ લઈ આરોગ્ય વિભાગને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

ઘટનામાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું આરોગ્ય મંત્રીએ જણાવ્યુ હતું.