ઓગસ્ટ 2, 2026 10:07 એ એમ (AM)

printer

કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાએ NEET-PG ની તૈયારીઓની સમીક્ષા કરી

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે પી નડ્ડાએ રાષ્ટ્રીય અનુસ્નાતક પાત્રતા કમ પ્રવેશ પરીક્ષા (NEET-PG) 2026 ની તૈયારીઓની સમીક્ષા કરી છે. ગઈકાલે મળેલી બેઠક દરમિયાન, આ મહિનાની 30મી તારીખે યોજાનારી પરીક્ષાના સુગમ, સુરક્ષિત, પારદર્શક અને ટેકનોલોજીકલ રીતે અદ્યતન સંચાલનને સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શ્રી નડ્ડાએ પરીક્ષાના સંચાલનમાં સામેલ અન્ય હિતધારકોની તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું. તેમણે NEET-PG 2026 માટે અમલમાં મુકવામાં આવેલી પરીક્ષા વ્યવસ્થા, ઉમેદવાર સુવિધા પગલાં, સુરક્ષા માળખાગત સુવિધાઓ અને ટેકનોલોજી-આધારિત પગલાં વિશે માહિતી મેળવી હતી. શ્રી નડ્ડાએ ઉમેદવારોને અફવાઓથી દૂર રહેવા અને NBEMS અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર માહિતી પર જ આધાર રાખવા વિનંતી કરી. શ્રી નડ્ડાએ પરીક્ષા માટે કરવામાં આવેલી વ્યાપક સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે NEET-PG 2026 માટે કુલ 2 લાખ 73 હજાર 183 ઉમેદવારોએ નોંધણી કરાવી છે, આ પરીક્ષા લગભગ 340 શહેરો અને 1,300 થી વધુ પરીક્ષા કેન્દ્રોમાં એક જ શિફ્ટમાં લેવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.