ઓગસ્ટ 5, 2026 10:28 એ એમ (AM)

views 27

કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી દક્ષિણ કોરિયાના આસનમાં આરંભ થશે

કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી દક્ષિણ કોરિયાના આસનમાં આરંભ થશે. તન્વી શર્મા અને કિદામ્બી શ્રીકાંત સહિત ટોચના ભારતીય ખેલાડીઓ સ્પર્ધામાં અભિયાનનો પ્રારંભ કરશે.કિરણ જ્યોર્જ, રૌનક ચૌહાણ, સનિત દયાનંદ અને થરૂન માનેપલ્લી પુરુષો સિંગલ્સમાં ભાગ લેશે. અનમોલ ખાર, માલવિકા બંસોડ, આકર્ષી કશ્યપ, ઇશારાન...

ઓગસ્ટ 5, 2026 11:39 એ એમ (AM)

views 38

ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સમુદ્રધુની અંગે વાટાઘાટો એક નવા તબક્કામાં પ્રવેશી

ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સમુદ્રધુની અંગે વાટાઘાટો એક નવા તબક્કામાં પ્રવેશી છે. એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ જણાવ્યું કે જો અમેરિકા દખલગીરી કરવાનું ટાળે તો ઓમાન સાથે ટૂંક સમયમાં કરાર થઈ શકે છે.ઈરાની મીડિયાએ જણાવ્યું કે વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ્ય જહાજો માટે એક નવો સુરક્ષિત માર્ગ સ્થાપિત કરવાનો છે. હોર્મ...

ઓગસ્ટ 5, 2026 11:22 એ એમ (AM)

views 15

ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે

ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રા આજે સવારે 10 વાગ્યે નવીનતમ રેપો રેટ જાહેર કરશે. રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક સોમવારે શરૂ થઈ હતી.ચાલુ ભૂ-રાજકીય તણાવ અને અમેરિકી ફેડરલ રિઝર્વ પર દબાણને ધ્યાનમાં રાખીને આ નીતિગત નિ...

ઓગસ્ટ 5, 2026 8:53 એ એમ (AM)

views 32

ભારતે ભારતીય વાણિજ્યિક જહાજ MSV ફૈઝ નૂર-એ-ઓલૈયા પર થયેલા હુમલાની કડક શબ્દોમાં ટિકા કરી

ભારતે ભારતીય ધ્વજવાળા વાણિજ્યિક જહાજ MSV ફૈઝ નૂર-એ-ઓલૈયા પર થયેલા હુમલાની સખત નિંદા કરી છે. હુમલા બાદ ગઈકાલે યમનના દરિયાકાંઠે લાલ સમુદ્રમાં જહાજ ડૂબી ગયું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમાં સવાર તમામ 13 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે રિયાધમાં ભારતીય દૂત...

ઓગસ્ટ 5, 2026 8:43 એ એમ (AM)

views 32

ભારતે પાકિસ્તાન ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ બનાવટી ગણાવી.

ભારતે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ બનાવટી ગણાવી અને કહ્યું કે જેનાથી સત્ય છુપાવી શકાતું નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે વાસ્તવિકતા વિરોધ પ્રદર્શન અને પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામા આવતી હિંસા છે.સપ્ટેમ્બ...

ઓગસ્ટ 4, 2026 8:12 પી એમ(PM)

views 154

સંસદમાં જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક 2026 અને લોકસભામાં વિનિયોગ વિધેયક 2026 પસાર.

સંસદે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક 2026 પસાર કર્યું છે. તેને આજે રાજ્યસભા દ્વારા પણ મંજૂરી અપાઈ છે. લોકસભાએ પહેલા જ આ વિધેયકને પસાર કર્યું હતું. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રજૂ કરેલા આ વિધેયકનો ઉદ્દેશ જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, 1969માં સુધારો કરવાનો છે. નવું વિધેયક વિલંબિત ...

ઓગસ્ટ 4, 2026 8:07 પી એમ(PM)

views 13

ગૃહ મંત્રાલયે જણાવ્યું, વર્ષ 2021થી 2026 વચ્ચે 36 દેશમાંથી 274 ભાગેડુ ગુનેગારોને ભારત પરત લવાયા.

વર્ષ 2021થી 2026 વચ્ચે 36 દેશમાંથી 274 ભાગેડુ ગુનેગારોને ભારત પરત લવાયા. ગૃહ મંત્રાલય દ્વારા જણાવાયું કે, ભાગેડુઓ સામે કાર્યવાહી મજબૂત કરવા સરકારે વર્ષ 2018માં ભાગેડુ આર્થિક ગુનેગાર અધિનિયમ લાગુ કર્યું હતું. ભારતે ભાગેડુ આરોપીઓને પહોંચી વળવા એક સંકલિત, ગુપ્તચર આધારિત અને ટેક્નોલૉજી સંચાલિત મૉડેલ પણ ...

ઓગસ્ટ 4, 2026 8:02 પી એમ(PM)

views 10

વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે પણ ભારતમાં ઈંધણની અછત કે પૂરવઠામાં કોઈ વિક્ષેપ નહીં – કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરીનું નિવેદન.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પૂરીએ કહ્યું, વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે પણ ભારતમાં ઈંધણની અછત કે પૂરવઠામાં કોઈ વિક્ષેપ નથી પડ્યો. તેમણે કહ્યું, ભારતે પૂરતા પ્રમાણમાં ઈંધણનો ભંડાર જાળવી રાખ્યો છે. દરમિયાન ઘરેલુ ઉપયોગ માટે પ્રવાહી પેટ્રોલિયમ ગેસ – LPG અને પ્રવાહી પ્રાકૃતિક ગેસ – LNGની 10...

ઓગસ્ટ 4, 2026 7:57 પી એમ(PM)

views 24

હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળના નીચાણવાળા વિસ્તાર અને સિક્કિમમાં આજે ધોધમાર વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું. આગામી બેથી ત્રણ દિવસ આંદમાન અને નિકોબાર ટાપુ, છત્તીસગઢ, દરિયાકાંઠાના કર્ણાટક, ઝારખંડ, કેરળ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે હરિયાણા, ચંડીગઢ, દિલ્હી...

ઓગસ્ટ 4, 2026 7:53 પી એમ(PM)

views 24

દક્ષિણ કૉરિયામાં યોજાયેલી કૉરિયા માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધામાં થાઈલૅન્ડ સામે ભારતનો વિજય.

દક્ષિણ કૉરિયાના આસન ખાતે આજથી કૉરિયા માસ્ટર્સ બૅડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ થયો. કૃષ્ણા પ્રસાદ ગરાગા અને પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોયની જોડીએ પુરુષ ડબલ્સની પહેલી મેચ જીતી લીધી છે. આ ભારતીય જોડીએ અંતિમ 32 મુકાબલામાં થાઈલૅન્ડના ચાલો—એમપૉન ચારોએન—કિતામોર્ન અને વોર્રાપોલ થોન્ગ—સાન્ગાને હરાવ્યા. જ્યારે મહિલા ડબલ...