ભારતે ભારતીય ધ્વજવાળા વાણિજ્યિક જહાજ MSV ફૈઝ નૂર-એ-ઓલૈયા પર થયેલા હુમલાની સખત નિંદા કરી છે. હુમલા બાદ ગઈકાલે યમનના દરિયાકાંઠે લાલ સમુદ્રમાં જહાજ ડૂબી ગયું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમાં સવાર તમામ 13 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે રિયાધમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર ખાસ નજર રાખી રહ્યું છે અને ક્રૂની સલામતી માટે યમનના અધિકારીઓ સાથે સક્રિય રીતે સંકલન કરી રહ્યું છે. મંત્રાલયે યમનના અધિકારીઓના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રદેશમાં વાણિજ્યિક જહાજો પર હુમલાની સતત ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક છે.મંત્રાલયે જણાવ્યું હતું કે વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવાનું બંધ કરવું જોઈએ અને પ્રદેશના આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા અવરોધ વિના નેવિગેશન અને વેપાર તાત્કાલિક પુનઃસ્થાપિત કરવો જોઈએ.
Site Admin | ઓગસ્ટ 5, 2026 8:53 એ એમ (AM)
ભારતે ભારતીય વાણિજ્યિક જહાજ MSV ફૈઝ નૂર-એ-ઓલૈયા પર થયેલા હુમલાની કડક શબ્દોમાં ટિકા કરી