પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પૂરીએ કહ્યું, વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે પણ ભારતમાં ઈંધણની અછત કે પૂરવઠામાં કોઈ વિક્ષેપ નથી પડ્યો. તેમણે કહ્યું, ભારતે પૂરતા પ્રમાણમાં ઈંધણનો ભંડાર જાળવી રાખ્યો છે. દરમિયાન ઘરેલુ ઉપયોગ માટે પ્રવાહી પેટ્રોલિયમ ગેસ – LPG અને પ્રવાહી પ્રાકૃતિક ગેસ – LNGની 100 ટકા ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી.
નવી દિલ્હીમાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની પરામર્શ સમિતિની બેઠકની અધ્યક્ષતા દરમિયાન શ્રી પૂરીએ આ વાત કહી. સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપતા તેમણે કહ્યું, બેઠકમાં સભ્યોને દેશની ઉર્જા જરૂરિયાતોના રક્ષણ માટે સરકાર દ્વારા લેવાયેલા પગલા અંગે માહિતી અપાઈ.
Site Admin | ઓગસ્ટ 4, 2026 8:02 પી એમ(PM)
વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે પણ ભારતમાં ઈંધણની અછત કે પૂરવઠામાં કોઈ વિક્ષેપ નહીં – કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરીનું નિવેદન.