ઓગસ્ટ 4, 2026 8:07 પી એમ(PM)

printer

ગૃહ મંત્રાલયે જણાવ્યું, વર્ષ 2021થી 2026 વચ્ચે 36 દેશમાંથી 274 ભાગેડુ ગુનેગારોને ભારત પરત લવાયા.

વર્ષ 2021થી 2026 વચ્ચે 36 દેશમાંથી 274 ભાગેડુ ગુનેગારોને ભારત પરત લવાયા. ગૃહ મંત્રાલય દ્વારા જણાવાયું કે, ભાગેડુઓ સામે કાર્યવાહી મજબૂત કરવા સરકારે વર્ષ 2018માં ભાગેડુ આર્થિક ગુનેગાર અધિનિયમ લાગુ કર્યું હતું. ભારતે ભાગેડુ આરોપીઓને પહોંચી વળવા એક સંકલિત, ગુપ્તચર આધારિત અને ટેક્નોલૉજી સંચાલિત મૉડેલ પણ વિકસાવ્યું છે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું, વર્ષ 2014થી પહેલા ભારતના માત્ર 37 દેશ સાથે પ્રત્યાર્પણ કરાર હતા અને આર્થિક ભાગેડુઓને પહોંચી વળવા અથવા તેમની મિલકત કબજે કરવા કોઈ સમર્પિત કાયદો પણ નહતો.
આ ઉપરાંત મંત્રાલયે ઉલ્લેખ કર્યો કે, ગત ત્રણ વર્ષમાં ઇન્ટરપૉલ દ્વારા રેડ કૉર્નર નૉટિસ જાહેર કરવામાં નોંધપાત્ર વધારો કર્યો અને 401 ભાગેડુ ગુનેગારો સામે નૉટિસ જાહેર કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.