ઓગસ્ટ 4, 2026 7:53 પી એમ(PM)

printer

દક્ષિણ કૉરિયામાં યોજાયેલી કૉરિયા માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધામાં થાઈલૅન્ડ સામે ભારતનો વિજય.

દક્ષિણ કૉરિયાના આસન ખાતે આજથી કૉરિયા માસ્ટર્સ બૅડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ થયો. કૃષ્ણા પ્રસાદ ગરાગા અને પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોયની જોડીએ પુરુષ ડબલ્સની પહેલી મેચ જીતી લીધી છે. આ ભારતીય જોડીએ અંતિમ 32 મુકાબલામાં થાઈલૅન્ડના ચાલો—એમપૉન ચારોએન—કિતામોર્ન અને વોર્રાપોલ થોન્ગ—સાન્ગાને હરાવ્યા.
જ્યારે મહિલા ડબલ્સમાં અંતિમ 32 મુકાબલામાં પ્રિયા કોન—ઝેન્ગબામ અને શ્રુતિ મિશ્રાની જોડીનો જાપાનનાં રિરિના હિરામોટો અને કોકોના ઈશીકાવા સામે પરાજય થયો.
આ પહેલા પુરુષ સિંગલ્સમાં તુષાર સુવીર જાપાનના શોગો ઓગાવા સામે હારી જતાં તેઓ સ્પર્ધામાંથી બહાર થયા છે. જ્યારે તન્વી શર્મા મહિલા સિંગલ્સમાં ભારતનું નેતૃત્વ કરશે.