હવામાન વિભાગે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળના નીચાણવાળા વિસ્તાર અને સિક્કિમમાં આજે ધોધમાર વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું. આગામી બેથી ત્રણ દિવસ આંદમાન અને નિકોબાર ટાપુ, છત્તીસગઢ, દરિયાકાંઠાના કર્ણાટક, ઝારખંડ, કેરળ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કશ્મીર, લદ્દાખ, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં આવતીકાલ સુધી આવી જ સ્થિતિ રહી શકે છે.
તો દરિયાકાંઠાના કર્ણાટક, રાયલસીમા, બિહાર, આંતરિક કર્ણાટક, લક્ષદ્વિપ અને ઝારખંડમાં આવતીકાલે વીજળીના કડાકા અને ભારે પવન સાથે વાવાઝોડાની સંભાવના છે.
Site Admin | ઓગસ્ટ 4, 2026 7:57 પી એમ(PM)
હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી