ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રા આજે સવારે 10 વાગ્યે નવીનતમ રેપો રેટ જાહેર કરશે. રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક સોમવારે શરૂ થઈ હતી.ચાલુ ભૂ-રાજકીય તણાવ અને અમેરિકી ફેડરલ રિઝર્વ પર દબાણને ધ્યાનમાં રાખીને આ નીતિગત નિર્ણય એક મહત્વપૂર્ણ તબક્કે લેવામાં આવ્યો છે. RBI મુખ્ય રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખે તેવી અપેક્ષા છે.
રેપો રેટ એ રિઝર્વ બેંક દ્વારા અન્ય વાણિજ્યિક બેંકોને વસૂલવામાં આવતો વ્યાજ દર છે. નાણાકીય નીતિ સમીક્ષા ફુગાવાના જોખમો, ક્રૂડ ઓઇલના ભાવ અને વૈશ્વિક ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓને પણ સંબોધિત કરશે જે ભારતીય અર્થતંત્રને અસર કરી શકે છે.
Site Admin | ઓગસ્ટ 5, 2026 11:22 એ એમ (AM)
ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે