ભારતે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ બનાવટી ગણાવી અને કહ્યું કે જેનાથી સત્ય છુપાવી શકાતું નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે વાસ્તવિકતા વિરોધ પ્રદર્શન અને પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામા આવતી હિંસા છે.સપ્ટેમ્બરમાં દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ શિખર સંમેલનમાં આમંત્રણ અંગે શ્રી જયસ્વાલે કહ્યું કે સત્તામાં આવ્યા બાદ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહેમાનને ઔપચારિક આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે બિમસ્ટેકના વર્તમાન અધ્યક્ષ તરીકે બાંગ્લાદેશના પ્રધાનમંત્રીને નવી દિલ્હીમાં 18મા બ્રિક્સ શિખર સંમેલન માટે અલગથી આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે અન્ય પ્રાદેશિક જૂથોના વડાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના મીડિયા ઇન્ટરવ્યુ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ સંવાદ એક ખાનગી મીડિયા સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે. સરકારની તેમાં કોઈ ભૂમિકા નથી અને તે સંવાદમાં વ્યક્ત કરાયેલા કોઈપણ મંતવ્યોનું સમર્થન કરતી નથી.
Site Admin | ઓગસ્ટ 5, 2026 8:43 એ એમ (AM)
ભારતે પાકિસ્તાન ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ બનાવટી ગણાવી.