ઓગસ્ટ 9, 2026 6:32 પી એમ(PM)

views 19

શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ NTA સંબંધિત મહત્વના મુદ્દાઓની સમીક્ષા કરી

કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ આજે શિક્ષણ મંત્રાલયના સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને લગતા મહત્વના મુદ્દાઓ અંગે બેઠક યોજી હતી. સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં શ્રી જોશીએ જણાવ્યું કે, બેઠક દરમિયાન ધ્યાન આપવાની જરૂર હોય તેવા મહત્વના મુદ્દાઓ અને સંસ્થાકીય વ્યવસ્થાને વધુ...

ઓગસ્ટ 9, 2026 6:23 પી એમ(PM)

views 31

અમરેલીમાં ૮૦મા રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓને આખરી ઓપ, મહિલા રાયફલ ડ્રીલ બનશે મુખ્ય આકર્ષણ

આગામી 15 ઓગસ્ટે અમરેલી ખાતે રાજ્યકક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મુખ્ય ધ્વજવંદન કાર્યક્રમને યાદગાર બનાવવા માટે પોલીસ પરેડની વિવિધ ઇવેન્ટ્સની સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ગુજરાત પોલીસ અને જેલ પોલીસની ૭૫ મહિલા તાલીમાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવનારી શિસ્તબદ્ધ અને રોમાંચક ‘...

ઓગસ્ટ 9, 2026 6:20 પી એમ(PM)

views 25

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દમણમાં ભવ્ય મહા બાઈક રેલી યોજાઈ

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા મોટી દમણના લાઈટ હાઉસ ખાતે ભવ્ય મહા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડેપ્યુટી કલેક્ટર શ્રીમતી આરતી અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આદિવાસી સમાજના ભાઈ-બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ...

ઓગસ્ટ 9, 2026 6:18 પી એમ(PM)

views 14

દીવ બ્રિજ સર્કલ ખાતે ટ્રાફિક નિયમો અંગે પોલીસનું લોકજાગૃતિ અભિયાન

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમોના પાલન અંગે લોકોમાં જાગૃતિ લાવવા દીવ પોલીસ વિભાગ દ્વારા બ્રિજ સર્કલ ખાતે વિશેષ લોકજાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. દીવ પોલીસ અધિક્ષક શ્રી રામ કૃષ્ણ સરનના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક સ્પેશ્યલ ટીમ તથા પોલીસ સ્ટાફે વાહનચાલકો સાથે સંવાદ કરી માર્ગ...

ઓગસ્ટ 9, 2026 6:16 પી એમ(PM)

views 29

છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી, પરંપરાગત સંસ્કૃતિ અને સામાજિક એકતાનો સંદેશ

યુનાઈટેડ નેશન્સ દ્વારા 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના કદવાલ, જેતપુર પાવી, બોડેલી, સંખેડા, નસવાડી, કવાંટ અને છોટાઉદેપુર સહિતના વિવિધ વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો પરંપરાગત વસ...

ઓગસ્ટ 9, 2026 6:14 પી એમ(PM)

views 15

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં પોલીસની કાર્યવાહી, રૂ. 2.64 લાખનો માદક પદાર્થ ઝડપાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માદક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા દરોડા દરમિયાન એક શખ્સ પાસેથી એક કિલોગ્રામથી વધુનો માદક પદાર્થ મળી આવ્યો હતો. પોલીસને મળેલી માહિતીના આધારે રાવલ ગામમાં ...

ઓગસ્ટ 9, 2026 6:11 પી એમ(PM)

views 23

ગુજરાતના બે પર્વતારોહકોએ હિમાલયમાં માઉન્ટ યુનમ શિખર સર કરી લહેરાવ્યો તિરંગો

ગુજરાતના બે સાહસિક પર્વતારોહકોએ હિમાલયની ઊંચાઈઓમાં શાનદાર સિદ્ધિ હાંસલ કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ડાંગના પર્વતારોહક ભોવાન રાઠોડ અને બનાસકાંઠાના પાલનપુરના પ્રકૃતિપ્રેમી કૈલાશ જાનીએ હિમાલયમાં 6 હજાર 111 મીટર એટલે કે અંદાજે 20 હજાર 49 ફૂટ ઊંચું માઉન્ટ યુનમ શિખર સફળતાપૂર્વક સર કરી શિખરની ટોચ પર તિ...

ઓગસ્ટ 9, 2026 6:06 પી એમ(PM)

views 17

સુરતમાં FOSTAની વાર્ષિક સામાન્ય સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ, વેપારીઓ અને ઉદ્યોગકારો સાથે વિકાસ અંગે ચર્ચા

સુરત ખાતે સુરત વેપાર અને કાપડ મહામંડળ (FOSTA)ની વાર્ષિક સામાન્ય સભામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે સુરતના વેપાર, કાપડ અને ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધી ક્ષેત્રના વિકાસ અને ભવિષ્યની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી. બેઠકમા...

ઓગસ્ટ 9, 2026 11:49 એ એમ (AM)

views 69

રાજ્યમાં આજથી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 1200થી વધુ તિરંગા યાત્રા યોજાશે

રાજ્યમાં આજથી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 1200થી વધુ તિરંગા યાત્રા યોજાશે. રાજ્યમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દેશની સુરક્ષા માટે શહાદત આપનાર વીર જવાનો, તેમના પરિવારો પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમજ...

ઓગસ્ટ 9, 2026 11:45 એ એમ (AM)

views 24

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ યુવાશક્તિના સામર્થ્યથી ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા યુવાનોને આહ્વાન કર્યું

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ યુવાશક્તિના સામર્થ્યથી ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા યુવાનોને આહ્વાન કર્યું છે. ભાવનગર યુનિવર્સિટી ખાતે યોજાયેલા ‘માય ભારત યુવા સંવાદ’ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સીધો સંવાદ સાધી તેમના વિચારો, અનુભવો અને ભાવિ...