ઓગસ્ટ 9, 2026 11:49 એ એમ (AM)

printer

રાજ્યમાં આજથી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 1200થી વધુ તિરંગા યાત્રા યોજાશે

રાજ્યમાં આજથી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 1200થી વધુ તિરંગા યાત્રા યોજાશે. રાજ્યમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દેશની સુરક્ષા માટે શહાદત આપનાર વીર જવાનો, તેમના પરિવારો પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમજ સૌ નાગરિકોમાં દેશભક્તિના ભાવને મજબૂત કરવાના હેતુથી આજથી 17 ઓગસ્ટ દરમિયાન વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. શ્રી સંઘવી વધુમાં જણાવ્યું કે, આ વર્ષે સમગ્ર રાજ્યમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. રાજ્યભરમાં એક હજાર 200થી વધુ તિરંગા યાત્રાઓ યોજાશે. અમદાવાદમાં 11 ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. આ તિરંગા યાત્રામાં સહભાગી બની રાષ્ટ્રભાવનાની ઉજવણી કરવા તંત્ર દ્વારા સૌ નાગરિકોને અનુરોધ કરાયો છે.