ઓગસ્ટ 9, 2026 6:32 પી એમ(PM)

printer

શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ NTA સંબંધિત મહત્વના મુદ્દાઓની સમીક્ષા કરી

કેન્દ્રીય શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશીએ આજે શિક્ષણ મંત્રાલયના સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને લગતા મહત્વના મુદ્દાઓ અંગે બેઠક યોજી હતી.

સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં શ્રી જોશીએ જણાવ્યું કે, બેઠક દરમિયાન ધ્યાન આપવાની જરૂર હોય તેવા મહત્વના મુદ્દાઓ અને સંસ્થાકીય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટેના આગામી પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે પ્રક્રિયાઓને વધુ સુવ્યવસ્થિત બનાવવા અને વિદ્યાર્થીઓ પ્રત્યે વધુ ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવા અંગે પણ વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું કે, સરકારનું મુખ્ય ધ્યાન એવી મજબૂત, પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા ઊભી કરવા પર છે, જે દરેક વિદ્યાર્થીની આકાંક્ષાઓને પૂર્ણ કરે.