ઓગસ્ટ 9, 2026 11:45 એ એમ (AM)

printer

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ યુવાશક્તિના સામર્થ્યથી ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા યુવાનોને આહ્વાન કર્યું

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ યુવાશક્તિના સામર્થ્યથી ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા યુવાનોને આહ્વાન કર્યું છે. ભાવનગર યુનિવર્સિટી ખાતે યોજાયેલા ‘માય ભારત યુવા સંવાદ’ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સીધો સંવાદ સાધી તેમના વિચારો, અનુભવો અને ભાવિ લક્ષ્યો અંગે જાણકારી મેળવી હતી. તેમણે યુવાનોને પોતાની ક્ષમતા, જ્ઞાન અને ઊર્જાનો ઉપયોગ વ્યક્તિગત પ્રગતિની સાથે રાષ્ટ્રના વિકાસ માટે કરવાની પ્રેરણા આપી હતી. કેન્દ્રીય મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે ભારતની પ્રાચીન વિરાસત, સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક ધરોહર અંગે પણ સંવાદ કર્યો હતો. તેમણે યુવા ખેલાડીઓ સાથે સંવાદ કરી સિદ્ધિઓને બિરદાવી હતી. ‘નશામુક્ત યુવા, નશામુક્ત ભારત’ના સંદેશને આત્મસાત કરતાં આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નશામુક્તિના શપથ ગ્રહણ કર્યા હતા.