ઓગસ્ટ 9, 2026 6:06 પી એમ(PM)

printer

સુરતમાં FOSTAની વાર્ષિક સામાન્ય સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિ, વેપારીઓ અને ઉદ્યોગકારો સાથે વિકાસ અંગે ચર્ચા

સુરત ખાતે સુરત વેપાર અને કાપડ મહામંડળ (FOSTA)ની વાર્ષિક સામાન્ય સભામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે સુરતના વેપાર, કાપડ અને ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધી ક્ષેત્રના વિકાસ અને ભવિષ્યની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી.

બેઠકમાં વેપારી અને ઉદ્યોગ જગત સાથે જોડાયેલા આગેવાનો દ્વારા પોતાના અનુભવો, અપેક્ષાઓ તથા વિવિધ મુદ્દાઓ અંગે નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. સુરતના કાપડ અને વેપાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી સુવિધાઓ, વેપાર માટેનું અનુકૂળ વાતાવરણ તેમજ ઉદ્યોગસાહસિકો માટે ઉપલબ્ધ તકો અંગે પણ વિચારોનું આદાન-પ્રદાન થયું હતું.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રના પ્રતિનિધિઓની વાતોને સાંભળી રાજ્યના આર્થિક વિકાસમાં સુરતના મહત્વપૂર્ણ યોગદાનને રેખાંકિત કર્યું હતું. તેમણે વેપારી તથા ઉદ્યોગ જગત સાથે સંકલન અને સતત સંવાદ દ્વારા વિકાસની નવી તકો ઊભી કરવાની દિશામાં ચર્ચા કરી હતી.

વાર્ષિક સામાન્ય સભા બાદ શ્રી હર્ષ સંઘવીએ બેઠક દરમિયાન થયેલી ચર્ચા અને વેપાર-ઉદ્યોગ ક્ષેત્ર સાથેના સંવાદ અંગે પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.