ઓગસ્ટ 9, 2026 6:11 પી એમ(PM)

printer

ગુજરાતના બે પર્વતારોહકોએ હિમાલયમાં માઉન્ટ યુનમ શિખર સર કરી લહેરાવ્યો તિરંગો

ગુજરાતના બે સાહસિક પર્વતારોહકોએ હિમાલયની ઊંચાઈઓમાં શાનદાર સિદ્ધિ હાંસલ કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ડાંગના પર્વતારોહક ભોવાન રાઠોડ અને બનાસકાંઠાના પાલનપુરના પ્રકૃતિપ્રેમી કૈલાશ જાનીએ હિમાલયમાં 6 હજાર 111 મીટર એટલે કે અંદાજે 20 હજાર 49 ફૂટ ઊંચું માઉન્ટ યુનમ શિખર સફળતાપૂર્વક સર કરી શિખરની ટોચ પર તિરંગો લહેરાવ્યો છે.

માઉન્ટ યુનમ સર કરવાના આ સાહસિક અભિયાનમાં કુલ 10 પર્વતારોહકો જોડાયા હતા, જેમાંથી માત્ર ચાર જ પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે શિખરની ટોચ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. ડાંગના ભોવાન રાઠોડે આ અભિયાન દરમિયાન માઉન્ટ યુનમની ટોચ પર તિરંગો લહેરાવી દેશપ્રેમ અને સાહસનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ સાથે પાલનપુરના કૈલાશ જાનીએ પણ આ પડકારજનક પર્વતારોહણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. વિશેષ બાબત એ છે કે કૈલાશ જાની એક જ કિડની ધરાવતા હોવા છતાં તેમણે પોતાની દૃઢ ઇચ્છાશક્તિ અને સાહસના બળે આ મુશ્કેલ શિખર સર કર્યું છે.

બંને પર્વતારોહકોની આ સિદ્ધિ ગુજરાતના યુવાનો માટે સાહસ, સંકલ્પ અને આત્મવિશ્વાસની પ્રેરણારૂપ બની છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.