ઓગસ્ટ 19, 2026 3:30 પી એમ(PM)

views 12

ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે ઉચ્ચ અધિકારીઓ પરવાના માટે 40 હજારની લાંચ લેતા ઝડપાયા

ભરૂચ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં દવાના નવા હોલસેલ પરવાનાની મંજૂરી આપવા માટે રૂપિયા 40 હજારની લાંચ સ્વીકારતા વર્ગ-1 ના મદદનીશ કમિશનર અને વર્ગ-2 ના મહિલા ડ્રગ્સ ઇન્સ્પેક્ટરને એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યા છે. નવા હોલસેલ પરવાના માટે 40 થી 50 હજારની માંગણી અમારા પ્રતિનિધિના જણાવ્ય...

ઓગસ્ટ 19, 2026 3:30 પી એમ(PM)

views 7

ઈડીએ એક મની લોન્ડરિંગ કેસની તપાસ સંદર્ભે ઉત્તર પ્રદેશના રામપુર અને સહારનપુર તથા દિલ્હીમાં દસ જગ્યાઓ પર દરોડા પાડ્યા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ -ઈડીએ મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ અને રામપુર સ્થિત મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી સાથે સંકળાયેલી મની લોન્ડરિંગ તપાસ સંદર્ભે ઉત્તર પ્રદેશના રામપુર અને સહારનપુર અને દિલ્હીમાં દસ જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. ઈડીએ જણાવ્યું કે આ દરોડા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ ક...

ઓગસ્ટ 19, 2026 3:28 પી એમ(PM)

views 25

ભરૂચના વાલિયાના કરસાડ ગામે પાંજરામાં દીપડી કેદ થતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

છેલ્લા એક અઠવાડિયાથી ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કરસાડ ગામના લોકોને ડરાવતો દીપડો આખરે વન વિભાગના પાંજરામાં કેદ થયો છે. નવા પુલ પાસે મૂકવામાં આવેલા પાંજરામાં એક 3 વર્ષની માદા દીપડી પુરાઈ જતાં સ્થાનિક ગ્રામજનો અને રાહદારીઓએ મોટી રાહત અનુભવી છે. ગ્રામજનોમાં ફેલાયો હતો ભયનો માહોલ છેલ્લા ઘણા સમયથી વાલિ...

ઓગસ્ટ 19, 2026 3:27 પી એમ(PM)

views 11

કોલકાતામાં આજે વહેલી સવારે એક હોટલમાં લાગેલી આગમાં નવના મોત – છ ઘાયલ.

પશ્ચિમ બંગાળમાં કોલકાતાના ન્યુ માર્કેટ વિસ્તારમાં આજે વહેલી સવારે એક હોટલમાં લાગેલી આગમાં નવ લોકોના મોત થયા છે અને છ લોકો ઘાયલ થયા છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે હોટલમાં ફાયર સેફ્ટી અને ફાયર ફાઇટીંગ સિસ્ટમનો અભાવ હતો. ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગ દુર્ઘટન...

ઓગસ્ટ 19, 2026 3:25 પી એમ(PM)

views 15

ગૉલમાં રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટ મેચના પાંચમા દિવસે ભારત વિજયથી 4 વિકેટ દૂર – લંચ બ્રેક સુધી શ્રીલંકાના 6 વિકેટે 175 રન.

ગૉલમાં રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટ મેચના પાંચમા દિવસે, શ્રીલંકાએ બીજી ઇનિંગમાં 9 વિકેટે માટે 199 રન બનાવ્યા છે. માનવ સુથારે બે વિકેટ, જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ એક-એક વિકેટ લીધી છે અગાઉ, ભારતે પોતાની બીજી ઇનિંગમાં 193 રન બનાવીને શ્રીલંકા માટે 372 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઋષભ પંતે 69 બોલ...

ઓગસ્ટ 19, 2026 3:15 પી એમ(PM)

views 17

બાલાસિનોરમાં ડિમોલિશન: અમદાવાદ ઢાળથી ફાગવેલ નાકા સુધી 1000 થી વધુ દબાણો દૂર કરાયા

મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિકની કાયમી સમસ્યા હલ કરવા માટે ગેરકાયદે દબાણો સામે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મુખ્ય માર્ગ પર મોટા પાયે દબાણો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત મુખ્ય માર્ગ પર તંત્રની કડક કાર્યવાહી બાલાસિનોર નગરનો...

ઓગસ્ટ 19, 2026 11:47 એ એમ (AM)

views 32

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે તમિલનાડુના બે દિવસના પ્રવાસે ચેન્નાઈ પહોંચશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે તમિલનાડુના બે દિવસના પ્રવાસે ચેન્નાઈ પહોંચશે. તેઓ આવતીકાલે ચેન્નાઈ નજીક કોવલમમાં દક્ષિણ ભારતીય મુખ્યમંત્રીઓના સંમેલનમાં હાજરી આપશે. આ સંમેલનમાં તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પુડુચેરીના મુખ્યમંત્રીઓ ભાગ લેશે.

ઓગસ્ટ 19, 2026 11:15 એ એમ (AM)

views 23

અમદાવાદમાં અંડર-18 એશિયા કપ બાસ્કેટબોલમાં ભારતની કઝાકિસ્તાન સામે 82-61થી જીત

અમદાવાદ ખાતે ચાલી રહેલી અંડર-18 એશિયા કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ભારત કઝાકિસ્તાનને હરાવીને ભારત પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું છે. ફિબા અંડર-18 મેન્સ એશિયા કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ભારતે પ્રથમ જીત હાંસલ કરતા કઝાકિસ્તાનને 82-61થી હરાવ્યું હતું. ભારત તરફથી પિયુષ ચૌધરીએ 25, અંશ તોમરે 17 અને અર...

ઓગસ્ટ 19, 2026 11:12 એ એમ (AM)

views 17

છોટાઉદેપુરમાં ખેડૂતો માટે મોબાઈલ એપથી સબસીડીવાળા ખાતરનું એડવાન્સ બુકિંગ શરૂ થશે

છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને સબસીડી વાળા રસાયણિક ખાતરનો જથ્થો મોબાઈલ એપ્લીકેશનથી મળતો થશે. સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં ફ્રેમ વર્ક ફોર ફર્ટીલાઈઝર સેલ નામની નવી ડીજીટલ વ્યવસ્થા અંગેનો પાઈલોટ પ્રોજેકટ સફળ થયા બાદ આગામી 25 ઓગસ્ટથી છોટાઉદેપુર જિલ્લામાં અને ટૂંક સમયમાં રાજ્યના તમામ જિલ્લામાં આ નવી પદ્ધ...

ઓગસ્ટ 19, 2026 11:12 એ એમ (AM)

views 14

ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 6.8% ટકા કર્યો

ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારત માટે GDP વૃદ્ધિનો અંદાજ વધારીને 6.8 ટકા કર્યો છે, જે મે મહિનામાં 6.7 ટકા હતો. જોકે, રેટિંગ એજન્સીએ નોંધ્યું છે કે અલ નીનો હવામાન અને ભૂ-રાજકીય પડકારો આર્થિક વિકાસને અસર કરી શકે છે. એજન્સીએ નાણાકીય વર્ષ 2026-27 માટે ક્રૂડ ઓઇલના ભાવનો અંદાજ ...