ઓગસ્ટ 19, 2026 3:15 પી એમ(PM)

printer

બાલાસિનોરમાં ડિમોલિશન: અમદાવાદ ઢાળથી ફાગવેલ નાકા સુધી 1000 થી વધુ દબાણો દૂર કરાયા

મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિકની કાયમી સમસ્યા હલ કરવા માટે ગેરકાયદે દબાણો સામે મેગા ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મુખ્ય માર્ગ પર મોટા પાયે દબાણો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત મુખ્ય માર્ગ પર તંત્રની કડક કાર્યવાહી

બાલાસિનોર નગરનો અમદાવાદ ઢાળથી લઈને ફાગવેલ નાકા સુધીનો રસ્તો અમદાવાદથી મહીસાગર જિલ્લાને જોડતો અત્યંત મહત્વપૂર્ણ અને વ્યસ્ત માર્ગ છે. છેલ્લા ઘણા સમયથી સ્થાનિક વેપારીઓ દ્વારા આ માર્ગની બંને બાજુએ ગેરકાયદે દબાણો ખડકી દેવામાં આવ્યા હતા. આ દબાણોના કારણે માર્ગ સાંકડો બની ગયો હતો અને દૈનિક ધોરણે ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાતી હતી. વાહનચાલકોની આ હાલાકીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ આ માર્ગને કાયમી ધોરણે ખુલ્લો કરાવવાનો નિર્ણય લીધો હતો.

ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલાની હાજરીમાં સપાટો

દબાણ હટાવવાની આ કામગીરી કોઈ પણ જાતના વિરોધ કે ઘર્ષણ વિના શાંતિપૂર્ણ રીતે પાર પડે તે માટે ચુસ્ત આયોજન કરવામાં આવ્યું હતું. બાલાસિનોરના નાયબ કલેક્ટર મિતેશ વસાવા, મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર અને વિશાળ પોલીસ કાફલાની સંયુક્ત ટીમે સ્થળ પર હાજર રહીને કડક કાર્યવાહી હાથ ધરી હતી. ઉચ્ચ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ ભારે મશીનરીની મદદથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

1000 થી વધુ કાચા-પાકા દબાણો દૂર કરવાની ઝુંબેશ

તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ મેગા ડ્રાઈવ અંતર્ગત માર્ગ પર લાંબા સમયથી અડીંગો જમાવીને ઊભા કરાયેલા અંદાજે 1000 થી વધુ કાચા અને પાકા દબાણો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. દુકાનોની બહાર કાઢવામાં આવેલા શેડ, ગેરકાયદે ઓટલા અને રસ્તા પર નડતરરૂપ અન્ય બાંધકામો હટાવીને રસ્તાને પહોળો કરવામાં આવી રહ્યો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.